Placeholder canvas

વાંકાનેર: CPI બી.પી.સોનારાને P.I.માંથી P.S.I. બનાવાયા

શિક્ષાત્મક પગલાં રૂપે આ સોનારાની ફરજમાં કાપ મુકી ત્રણ વર્ષ માટે P.S.I.ની સજા 

વાંકાનેરના સીપીઆઈ બી.પી.સોનારાને ફરજમાં કાપ મૂકીને તેમને પીઆઈમાંથી પીએસઆઇ બનાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષાત્મક પગલાં રૂપે ઉચ્ચ કક્ષાએથી આવેલ આદેશ તળે અધિકારીની ફરજમાં કાપ મુકવામાં આવ્યો છે.

વાંકાનેરના સીપીઆઈ તરીકે ફરજ બજાવતા બી. પી. સોનારા પર વધુ એક પસ્તાળ પડી છે. મોટાભાગે પોલીસ અધિકારીઓની બઢતી થતી હોય પણ આ અધિકારીને શિક્ષા રૂપે નીચેના પદમાં ધકેલી દેવામાં આવ્યા છે. વાંકાનેરમાં સીપીઆઈ તરીકે ફરજ બજાવતાં બી.પી.સોનારાને પીઆઈમાંથી પીએસઆઈ બનાવી દેવામાં આવ્યા છે.

રાજ્યના ડીજીપીના આદેશના પગલે સજાના ભાગ રૂપે પીઆઈ બી.પી.સોનારાને હવે તેમની ફરજમાંથી એક પગથિયું નીચે ઉતરી પીએસઆઇ તરીકે ફરજ બજાવવી પડશે અને પીઆઈ સોનારાને પીએસઆઈ તરીકે હેડ ક્વાર્ટરમાં મૂકી પોલીસ કંટ્રોલરૂમમા ફરજ સોંપાઈ છે. મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ ઉચ્ચ કક્ષાએથી આવેલ આદેશનો તાત્કાલિક અમલ કરવા હુકમ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.

આ સમાચારને શેર કરો