skip to content

વાંકાનેર: 5 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ છોડતી કોર્ટ

વાંકાનેર: પીપળીયારાજ ગામના વતની રસુલભાઈ કડીવારએ પાંચ લાખનો આપેલ ચેક રિટર્ન થતાં ફરિયાદીએ કેસ દાખલ કર્યો હતો, જે કેસ ચાલી જતા આરોપીને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડવાનો હુકમ કર્યો છે.

આ કેસની મળતી માહિતી મુજબ મંગલસિંહ ઇન્દુભા ઝાલાએ પીપળીયા રાજના રહેવાસી રસુલ નૂરમમાદ કડીવારની વિરુદ્ધ 5 લાખનો ચેક રિટર્નનો કેશ દાખલ કરેલ હતો. આ કેશ વાકાનેર કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પોતાનો સબંધ અને આવક સાબિત નહીં કરી શક્તા, આ કામના આરોપી એ ફરિયાદીના ભાઈને આપેલ ચેકનો દૂર ઉપયોગ કરેલ હોઈ જેથી આ કામના આરોપી રસુલ નૂરમામદ કડીવારને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે .

આ કામમાં આરોપી વતી વકીલ ફારૂક.એસ.ખોરાજીયા, નાસિર.એમ.જામ, હિતેશ મકવાણા અને અશોક ચાંડપ રોકાયેલા હતા.

🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો