વાંકાનેર: માકેટીંગ યાર્ડમાં કપાસની આવક, 1486માં મણ વેચાયો…!!

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક શરૂ થઇ છે ખુશી ના નવા વર્ષમાં આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ માં પ્રથમ વખત કપાસ આવ્યો હતો જેમની રાજી થતા 1486 રૂપિયા પ્રતિ માં વેચાણ હતો.

આજે તીથવા ગામના ખેડૂત ઉસ્માન વલીમામદ શેરસીયા માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે સૌ પ્રથમ કપાસ વેચાણ માટે લાવ્યા હતા, જે મેસેજ માર્કેટિંગ યાર્ડ ઓફિસમાં મળતા માર્કેટિંગ યાર્ડ પ્રમુખ, ઉપપ્રમુખ, આગેવાનો અને સેક્રેટરી સેડ પર ગયા હતા અને નવા માલના વધામણા રૂપે શ્રીફળ વધેરી, પેંડા વહેંચ્યા હાતા અને હરાજી કરવામાં આવી હતી. હરાજીમા કપાસના આ નાના જથ્થાનો 1486 ભાવ આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ કપાસના ભાવ જોઈને ખેડૂતોએ કપાસ વેચવા માટે પડાપડી ન કરવી, એક બે દિવસ પછી થાળે પડે અને ભાવ રેગ્યુલાઇઝ થાય પછી વેચવો. કેમકે આ માલ પ્રથમ આવેલો હોવાથી સ્વાભાવિકપણે થોડો વધારે ભાવ આવ્યો હોય એવુ બની શકે. આ વર્ષે ઘણા બધા યાર્ડોમાં પ્રથમ આવેલ કપાસના ખૂબ ઊંચા ભાવમાં વેચાયાના બનાવો સામે આવ્યા છે. તેમજ એક યાર્ડમાં તો 1900 રૂપિયા સુધી નો ભાવ આવ્યાની ઘટના પણ સામે આવી છે. જે આંકડો જોતા જ વાસ્તવિકતા ન લાગે જેથી આવા ભાવની લાલચમાં આવીને ખેડૂતોએ નીચામાં કપાસ વેચવો પડે તેવી સ્થિતિ ન થાય એ માટે બજારને થોડી સ્થિર થવા દેવી જોઈએ.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો