Placeholder canvas

વાંકાનેર: જીતુભાઇ સોમાણીની ઉમેદવારીને લઈને વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને કારણદર્શક નોટિસ

વાંકાનેર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબની અમલવારી ન કરતા વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથારીયાએ તા.21/2/21 ના રોજ કારણદર્શક નોટિસ આપી છે.

આ નોટિસમાં જિલ્લા ભાજપ પ્રમુખે નીચેના 3 મુદાઓની દિવસ 7માં ખુલાશો કરવાનું જણાવ્યું છે.
૧, ગુજરાત પ્રદેશ ભાજપ ની ગાઈડલાઈન મુજબ 60+ ઉંમર અને ત્રણ ટર્મ સત્તામાં રહેલા ને ઉમેદવાર કે ડમી ઉમેદવાર ન બનાવવાની હોવા છતાં વાંકાનેર નગરપાલિકા ના વોર્ડ નંબર 3માં જીતેન્દ્ર કાંતિલાલ સોમાણીને ડમી ઉમેદવાર કેમ બનાવવામાં આવેલા?
૨, વોર્ડ નંબર ત્રણમાં પાર્લામેન્ટરી બોર્ડના માન્ય ઉમેદવાર જગદીશભાઈ મણિલાલ રાજવીરનું ખામીવાળું ફોર્મ ભરવાનું કારણ શું?
૩, વાંકાનેર નગરપાલિકાના વોર્ડમાં આપણા 24 ઉમેદવારોમાં આ એક જ ફોર્મમા ખામી રહેવાનું કારણ શું?

ઉપરોક્ત ત્રણેય મુદ્દે ગુજરાત પ્રદેશ ભાજપની ગાઇડ લાઇનની અવગણના કરેલ છે જે પક્ષને નુકસાન કરતું હોય તેવું લાગી રહ્યું છે. એવું જણાવીને જિલ્લા ભાજપ પ્રમુખે દિવસ સાતમા ખુલાસો કરવા જણાવેલ છે.

દિનુભાઈ વ્યાસનો ટેલિફોનિક સંપર્ક કરતા તેવોએ જણાવ્યું હતુ કે નોટિસ મળી હતી તેનો જવાબ કરી દીધો છે અને પ્રકરણ પતિ ગયું છે.

આ સમાચારને શેર કરો