વાંકાનેર: જિલ્લા/તાલુકા પંચાયત અને નગરપાલિકામાં સૌથી વધુ અને સૌથી ઓછા મત કોને મત મળ્યા? જાણવા વાંચો.

વાંકાનેર: સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીના પરિણામની આપ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે ગઇકાલે જાહેર થઈ ગયું. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પરિણામથી આપ સૌ વાકેફ છો, ત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં સૌથી વધુ લીડ કોને મળી? અને સૌથી ઓછી લીડ કોને મળી? તથા નગરપાલિકામાં સૌથી વધુ મતો કોને મળ્યા? અને સૌથી ઓછા મતો કોને મળ્યા? ? શું તે આપ જાણો છો? જો આપ આ જાણવા ઈચ્છતા હો તો આગળ વાંચો….

જીલ્લા પંચાયત
મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેરમાં આવતી કુલ 6 બેઠકમાં સૌથી મોટી લીડ ઢુવા બેઠકના ભાજપના ઉમેદવાર સરોજબેન વાઘજીભાઈ ને મળી છે, તેઓ 3906 મતથી વિજય થયા છે. જ્યારે સૌથી ઓછા મતની લીડ રાતીદેવળી બેઠકના ભાજપના ઉમેદવાર જાહીરઅબ્બાસ શેરસીયાને મળી છે, તેઓ 673 મતથી વિજય થયા છે.

તાલુકા પંચાયત
વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 24 બેઠકોમાં સૌથી વધુ લીડ અરણીટીબા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ અલખાજી બલેવિયા ને મળી છે, તેઓ 1711 મતથી વિજય થયા છે. જ્યારે સૌથી ઓછી લીડ પંચાસર બેઠકના ભાજપના ઉમેદવાર વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલાને મળી છે, તેઓ માત્ર 38 મતથી વિજય થયા છે.

નગરપાલિકા
વાંકાનેર નગરપાલિકા માં કુલ 7 વોર્ડ આવેલા છે, એક વોર્ડમાં ચાર સભ્યો ચૂંટાઈને આવે છે, એ મુજબ કુલ 28 સભ્યો ચૂંટાઇ આવ્યા છે. જેમાંથી સૌથી વધુ મત વોર્ડ નંબર 4 ના બસપાના ઉમેદવાર ઝાકીરભાઈ બ્લાચને મળેલ છે તેમને ફુલ 1895 મતો મળ્યા છે. જ્યારે સૌથી ઓછા મત વોર્ડ નંબર 6માં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ ઝાલાને મળેલ છે, તેઓને 76 મત મળ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/H1vrbxTYK6h3bx1pZJ3Wn3

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો