Placeholder canvas

વાંકાનેર: ભટ્ટી પરિવારનાં જુના ચામુંડા માતાજી મઢ મુદ્દે મીટિંગનું આયોજન

પરિવારોને તાકીદે સંપર્ક કરવા અનુરોધ : મંજૂરી મળ્યા બાદ મર્યાદિત સંખ્યામાં થશે મીટિંગ

વાંકાનેર : વાંકાનેરનાં હરિદાસ માર્ગ પર આવેલ સમસ્ત ભટ્ટી પરિવારનાં ચામુંડા માતાજીના પૌરાણિક મઢ મુદે એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વાંકાનેરનાં હરિદાસ રોડ પર જીવન કોમર્શિયલ બેંક પાસે સમસ્ત ભટ્ટી પરિવારનાં ચામુંડા માતાજીનો 100 વર્ષ જુનો મઢ આવેલ છે. અહીં કરનાં નૈવેદ્ય, છેડા છેડીનાં નૈવેદ્ય, મહાઆઠમ સહિતનાં નૈવેદ્ય કરવા માટે રાજકોટ, મોરબી, જામનગર, અમદાવાદ, સુરત શહેરમાં વસતા ભટ્ટી પરિવારનાં સભ્યો વર્ષોથી અહીં આવે છે. લગ્ન બાદ વરઘોડિયાને પ્રથમ અહીં દર્શન કરવાની પણ વર્ષો જુની પરંપરા છે. ત્યારે વર્ષોથી અહીં આવતા ગામે ગામનાં ભટ્ટી પરિવારનાં સભ્યો માટે જ માતાજીના મઢ મુદ્દે એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે આ મિટિંગનું તાકીદે આયોજન કરવું જરૂરી હોય અને વર્તમાન કોરોના મહામારી અનુલક્ષીને મંજૂરી મળ્યા બાદ સંપૂર્ણ સરકારી ગાઈડ લાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં મીટિંગ યોજાશે.

મંજૂરી મળ્યા બાદ મીટિંગનું સ્થળ અને સમય જાહેર કરાશે. તે પૂર્વે વહેલી તકે મો.નં. 83209 26006 પર તાકીદે સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. (By કેતન ભટ્ટી)

આ સમાચારને શેર કરો