વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ..

વેપારી વિભાગ અને સંઘ-પ્રોસેસિંગ વિભાગમાં કોંગ્રેસના પાંચે પાંચ સભ્યોએ વિજેતા

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ની મતગણતરી સવારે નવ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે જેમાં સૌ પ્રથમ વેપારી વિભાગ અને સંઘ-પ્રોસેસિંગ વિભાગમાં કોંગ્રેસના પાંચે પાંચ સભ્યો કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. હાલમાં ખેડૂત વિભાગની મતગણતરી ચાલુ છે.

સંઘ-પ્રોસેસિંગ વિભાગમાં બાદી અલીભાઈ નુરમામદ (કોંગ્રેસ) વિજેતા થયા છે ત્યારે વેપારી વિભાગમાં ચૌધરી ગુલામ મોઇનુદ્દીન હશેનભાઈ, 2, પરાસરા મોહમ્મદ રફીક ઉસ્માનભાઈ, 3, બાદી મો.નિસાર ઈસ્માઈલભાઈ, 4, મેઘાણી અશ્વિન નવઘણભાઈ વિજેતા થયા છે.

હાલમાં ખેડૂત વિભાગની મત ગણતરી ચાલુ છે, 100 મતની ગણતરી થઈ ગઈ છે. જેમાં પાંચથી છ મત કેન્સલ થયા છે અને કોંગ્રેસ- ભાજપ ના ઉમેદવારો વચ્ચે સામાન્ય મતના ફરફરે ચાલી રહ્યા છે.

આ સમાચારને શેર કરો