Placeholder canvas

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ચૂંટણીની મતગણતરીમાં 10 રાઉન્ડના અંતે ભાજપને પાતળી સરચાઈ

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ની મતગણતરી આજે ગણતરી થઈ રહી છે જેમાં દશ રાઉન્ડના અંતે ભાજપ પ્રેરિત પેનલ પાતળી સરસાઇથી આગળ ચાલી રહી છે.

ખેડૂત વિભાગમાં કુલ 671 મતમાંથી ૬૫૩નું મતદાન થયું હતું, જેમાં 200 મતની ગણતરી પૂરી થઈ છે. છેલ્લે મળેલી માહિતી મુજબ હાલમાં ભાજપ ૬ થી ૭ મતની સરસાઇથી આગળ ચાલી રહ્યું છે.

ખેડૂત વિભાગના તમામ ૨૧ ઉમેદવારોમાંથી સૌથી વધુ મતો કડીવાર ઇસ્માઇલ (આલમ)ને મળેલ છે.

આ સમાચારને શેર કરો