વાંકાનેર: નેશનલ હાઇવે પર ઢૂંવા પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા મહિલાનું મોત
વાંકાનેર : આજે સવારે ઢૂંવા નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલા એક ટ્રક હડફેટે બાઇક ચડી જતા બાઇક પાછળ બેસેલી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઢૂંવા નેશનલ હાઇવે પર કેમિકલની ટેન્ક વાળા ટ્રક નંબર GJ- 12-AT- 7384ના ચાલકે એક ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઇકમાં પાછળની સીટ પર બેસેલી મહિલા રોડ પર ફંગોળાતા ઘટના સ્થળે જ મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. રાહદારીઓએ પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતક મહિલાનું નામ વર્ષાબેન સુરેશભાઈ અને તે મિલપ્લોટમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.