skip to content

વાંકાનેર: આગામી રવિવારે ઠાકોર સમાજના સમૂહલગ્ન યોજાશે

જય વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સમૂહલગ્ન તાડામાર તૈયારીઓ શરુ

By Mayur Thakor -Wankaner

વાંકાનેર : વાંકાનેરના જય વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૦૯ ફેબ્રઆરી રવિવારે શ્રી વેલનાથ દાદા મંદિર, આઇ.ટી.આઇ.ની બાજુમાં રાજકોટ રોડ, વાંકાનેર ખાતે ઠાકોર સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં કુલ સાત નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે. નવદંપતીઓને લગ્ન વિધિ માટે વાંકાનેરના પ્રખ્યાત શાસ્ત્રી મુકેશભાઈ વી. મહેતાએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન કરાવશે.

આ શુભ પ્રસંગે સંતો મહંતોમાં રામદાસબાપુ, ઘનશ્યામબાપુ ઠાકોર શ્રીમાંધાતાજી તરણેતર તેમજ કાર્યક્રમના અધ્યક્ષ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, સાંસદ સુરેન્દ્રનગર મહેન્દ્રભાઈ મુંજપરા, મુખ્ય મહેમાન રાધનપુર પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, માજી સાંસદ રાજ્યસભા સંકર વેગડ, પરસોતમ સાબરીયા – ધારાસભ્ય હળવદ ધ્રાંગધ્રા, વાંકાનેર રાજવી કેસરીસિંહ ઝાલા, અલકાબેન ઠાકોર પીએસઆઇ ગોંડલ મહિલા પોલીસ, રાજભા ઠાકોર ક્ષત્રિય ઠાકોર સેનાના યુવા નેતા કાર્યક્રમોને સફળ બનાવવા ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમોને સફળ બનાવવા જેન્તીભાઇ મદ્રેસાણીયા, જયેશભાઇ સોમાણી, રણછોડભાઇ માણસુરીયા, રામ માણસુરીયા, પ્રમુખ પ્રવીણભાઈ ઉઘરેજા, ઉપપ્રમુખ કિરણભાઈ કુણપરા, મહામંત્રી જેન્તીભાઇ ઉઘરેજા સહિત જય વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ટિમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

આ સમાચારને શેર કરો