સરકાર હિટલરશાહી: બુલેટ ટ્રેન માટે ખેડૂતોને હાજર રાખ્યા વગર જમીન માપણી શરૂ કરી…

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનો પ્રોજેક્ટ માટે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પોતાની જમીન આપવા સતત ઈન્કાર કરી રહ્યા છે. તેવામાં બુધવારે નવસારી કલેક્ટરના અધિકારીઓએ ખેડૂતોને હાજર રાખવાનું તો દૂર રહ્યુ તેમની મંજૂરી લીધા વગર સીધા જ તેમના ખેતરોમાં પેશકદમી કરીને માપણી પ્રક્રિયા શરૂ કરતા વિરોધ થયો છે.

સ્વતંત્ર ભારતમાં પહેલીવાર માપણી માટે સરકારે ખેતરોમાં પોલીસના ધાડેધાડા ઉતારતા ખેડૂતો લાલચોળ થયા છે. બુધવારે પ્રાંત અધિકારી તુષાર જાનીએ પહેલા આમડપોરમાં માપણી કરવા જવાનું જાહેર કરીને અચાનક જ ટીમ સાથે વેજલપોરમાં જતા રહ્યા હતા. પોતાના ખેતરમાં જાણ બહાર માપણી થઈ રહ્યાની જાણ ખેડૂતોને થાય તે પહેલા પોલીસ પણ ખડકી દેવાઈ હતી. એક તબક્કે તો પોતાના જ ખેતરમાં અધિકારીઓને મળવા ખેડૂતોએ પ્રયાસ કરતા પોલીસે અટકાવ્યા હતા. સરકારની બળજબરી પૂર્વકની હરકતોને બ્રિટિશ રૂલ સાથે સરખાવતા ખેડૂતોએ ફળદ્રુપ જમીન નહી આપીએ તેમ જાહેર કર્યું છે.

જે ખેતરમાં શેરડી, જુવારનો પાક છે ત્યાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન માપણી કરવા મહેસૂલી અધિકારીઓની સુરક્ષા માટે એક Dy.SP, 2 PI, 4 PSI અને ચારેય ઓફિસરના ૧૦ ગણા કોન્સ્ટેબલ, હોર્મગાર્ડ હતા !

આ સમાચારને શેર કરો