વાંકાનેર : પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનને ધીબી નાખ્યો..!!
વાંકાનેર : વાંકાનેરમાં એક શખ્સ પોતાના ઘરે માથાકૂટ કરતો હોય યુવાન તેને સમજાવવા વચ્ચે પડતા ઉશ્કેરાયેલા શખ્સે યુવાન ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની યુવાને ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર નથુભાઇ મનસુખભાઇ વાઘેલા ઉવ.૨૦ રહે શક્તીપરા, શક્તીમાંના મંદીર પાસે, હસનપર, વાંકાનેર વાળાએ કરમશી રવજીભાઇ વાઘેલા રહે શક્તિપરા,શક્તીમાંના મંદીર પાસે, હસનપર, વાંકાનેર સામે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
તા.૫ ના ધમલપર ગામની સીમ પાસે બનેલા આ બનાવમાં આરોપી બે દીવસ પહેલા તેના ઘરે માથાકુટ કરતો હોઇ ફરીયાદીએ વચ્ચે પડી માથાકુટ કરવાની ના પાડતા તે રોષના કારણે આરોપીએ ફરીયાદીને ગાળો બોલી લોખંડના પાઇપ વતી બે-ત્રણ ઘા પગમાં મારી તેમજ એક ઘા કપાળમાં મારી સામાન્ય મુંઢ ઇજા કરી હતી. આ બનાવની વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.