Placeholder canvas

વાંકાનેર પંથકમાં 1થી 5 ઇંચ વરસાદ: આસોઈ નદીમાં ઘોડાપુર

વાંકાનેર : આજે દિવસે ભારે તડકો અને ગરમી હતી પરંતુ સાંજના ત્રણ સાડા ત્રણ વાગ્યાની આસપાસ હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદના મંડાણ થયા હતા સમગ્ર તાલુકામાં વરસાદ વરસીયાના સમાચાર મળ્યા છે.

જ્યારે વાંકાનેર તાલુકાના સીંધાવદર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે, સિંધાવદર ગામના પત્રકાર ગુલામભાઈ પરાસરાના જણાવ્યા મુજબ સીંધાવદર ગામમાં આશરે પાંચેક ઇંચ વરસાદ પડી ગયો હતો, જેમના કારણે રસ્તાઓ જાણે કે નદી હોય એ રીતે પાણી વહી રહ્યા હતા અને કેટલાક યુવાનો તો નદીમાં ચોકીને હુળકાની માફક તરાવીને મોજ કરતા જોવા મળ્યા હતા.

સીંધાવદર ઉપરાંત કલાવડી, પ્રતાપગઢ અગાભિપીપળીયા, ખીજડીયા માં પણ સારો વરસાદ પડ્યો છે. જ્યારે ખેરવામાં દોઢેક ઇંચ પડ્યાના વાવડ મળ્યા છે. આજે સીંધાવદર પંથકમાં ભારે વરસાદના કારણે આસોઈ નદી બે કાંઠે વહેવા લાગી હતી અને વાંકાનેર મીતાણા રોડ પર તીથવાના બોર્ડ પાસે આસોઈ નદીનું પાણી પુલ ઉપરથી જતું હોવાના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો અને બંને છેડે મુસાફરો અટવાયા હતા.

જુઓ આસોઈ નદીનો વિડિયો

જુવો સિંધાવદરનો વિડીયો…

આ સમાચારને શેર કરો