Placeholder canvas

વાંકાનેર: નગરપાલિકાના 14 બળવાખોર સભ્યો ભાજપમાંથી બરતરફ

વાંકાનેર : નગરપાલિકામાં ભાજપના મેન્ડેડનો અનાદર કરી બળવાખોર સભ્યોએ પ્રમુખ – ઉપપ્રમુખ તરીકે પોતાના સભ્યો બેસાડી દેતા આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વાંકાનેરમાં ચૂંટાયેલા 24 પૈકી 14 સભ્યોને પક્ષમાંથી બરતરફી કરવાનો હુકમ કરી દીધો છે.

મળેલ માહિતી મિજાબ મોરબી જીલ્લાની વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સૂચનાથી તાત્કાલિક અસરથી મીરાબેન હસમુખભાઈ ભટી, દેવુબેન શામજીભાઈ પલાણી, કાંતિભાઈ રાયમલભાઈ કુંઢીયા, કોકીલાબેન કિર્તીકુમાર દોશી, ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા, હેમાબેન ત્રિવેદી, ભાવેશભાઈ ભોગીલાલ શાહ, રાજ કેતનભાઈ સોમાણી, જશુબેન રમેશભાઈ જાદવ, જયશ્રીબેન જયસુખભાઈ સેજપાલ, સુનીલભાઈ મનસુખલાલ મહેતા, શૈલેષભાઈ જયંતિલાલ દલસાણીયા, માલતીબેન વિનોદરાય ગોહેલ, ભાવનાબેન કનૈયાલાલ પાટડીયાને પક્ષમાંથી બરતરફ કરવા આદેશ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ સભ્યોએ ચૂંટણી પૂર્વે ભાજપ પક્ષના સભ્યપદેથી પોતાના રાજીનામા ધરી દીધા હતા, ભાજપે તો માત્ર ઔપચારિકતા પૂરી કરી છે.

આ સમાચારને શેર કરો