વાંકાનેર: લાલપર ગ્લોસી કોટેક્ષમાં લાગી આગ,ભારે નુકશાની

વિકરાળ આગ કાબુમાં લેવા મોરબીથી બે ફાયર ફાયટર આવતા આગ કાબુમાં આવી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીક આવેલ ગ્લોસી કોટેક્ષ નામના જિનિંગમાં બપોરે ચારેક વાગ્યાના સુમારે વિકરાળ આગ ફાટી નીકળતા મોરબીથી ફાયર બ્રિગેડને બોલાવવુ પડયું હતુ.આગ બુઝાવવા સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવાયો હતો અને આ આગમાં એક લોડર ખાખ થઈ ગયું હતું.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીક આવેલ ગ્લોસી કોટેક્ષ નામના જિનિંગમાં આગ લાગતા પળવારમાં આ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું બીજી તરફ આગને કાબુમાં લેવા સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ વિકરાળ બની હોય મોરબીથી ફાયર બ્રિગેડની એક મોટી ગાડી ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. આ આગની ઘટનામાં કોઈ જાનહાનીની થઈ નથી. પરંતુ કપાસની હેરફેર કરતું લોડર આગની જપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા મામલતદાર વાંકાનેર કચેરીનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો. વધુમાં કપાસને લોડર વડે ફેરવતી વખતે આગળનો ભાગ તૂટતાં સ્પાર્ક થવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. આ આગને આશરે અઢી કરોડની કિંમતના 2500 મણ કપાસના ઢગલામાં આગ લાગતા મોટી નુકસાની થવાનો અંદાજ છે.

જુઓ વિડિયો

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CqPke8yvV46B8vGujhfwyh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો