વાંકાનેર:ગારીડા ગામ પાસે તળાવમાંથી મળેલ લાશ: મર્ડર થયાની આશંકા

વાંકાનેર 27 નેશનલ હાઈવે પર આવેલું વાંકાનેર તાલુકાના ગારિડા ગામ પાસે તળાવના કાંઠે પાણીમાંથી એક પુરુષની લાશ મળી છે. તેમનું મર્ડર કરીને આ તળાવમાં ફેંકી દીધા હોવાની આશંકા છે

મળતી માહિતી મુજબ ગારીડા ગામ પાસે આવેલ ઓરપેટના તળાવમાંથી એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી છે જેમને સફેદ કલરનો કોફી ચોકડાવાળો શર્ટ અને કાળા કોફી કલરનું પેન્ટ પહેરેલ છે પગમાં ચપલ પહેરેલ છે. લાશ ઊંધા માથે પડેલી લોકોએ જોઇ હતી જેમને ગામના સરપંચ હુસેનભાઇ માથકીયાને જાણ કરતાં સરપંચ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તેઓએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફોનથી જાણ કરી હતી. આ જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે.

પોલીસે આવીને લાશને બહાર લઈને સીધી કરતા લાશની સાથે પથ્થર બાંધેલા હોવાની માહિતી મળી છે. શરીરમાં ઇજાની નિશાની પણ જોવા મળી હતી. આથી પ્રથમ નજરે આ શખ્સનું કોઈએ મર્ડર કરીને અહીં લાશને ફેંકી દીધી હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે. પોલીસે ડેડબોડીને pm માટે હોસ્પિટલે ખસેડેલ છે. આ અંગે વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ કરી રહી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો