વાંકાનેર: લુણસરીયા પાસે ટ્રેનની હડફેટે આવી જતા અજાણીયા યુવકનું મોત

વાંકાનેર : વાંકાનેરના લુણસરીયા રેલવે સ્ટેશન પાસે ટ્રેનની હડફેટે આવી જતા એક યુવકનું મોત થયું હતું. અકસ્માતના થોડા સમય બાદ યુવકનો મૃતદેહ મળી આવતા કઈ ટ્રેનની હડફેટે તેનું મોત થયું છે તે જાણી શકાયું નથી.

વાંકાનેરના લુણસરીયા રેલવે સ્ટેશન પાસે ટ્રેનની હડફેટે આવી જતા એક અજાણ્યા યુવાનનું મોત થયું હતું. સાંજે 05 વાગ્યા પહેલાના કોઈ પણ સમયે થયેલા અકસ્માત બાદ ઘણા સમય પછી બનાવની જાણકારી મળતા કઈ ટ્રેનની ઠોકરે યુવકનું મોત થયું છે તેની તપાસ ચાલી રહી છે. મૃતકે ચોકલેટી ચેકસ વાળું શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેરેલ છે. મજબૂત શારીરિક બાંધો ધરાવતા મૃતકના જમણા હાથના અંગુઠા પાસે ગુજરાતીમાં રાધા ત્રોફાવેલ છે. જ્યારે કાંડા પર જય ખોડિયાર માંના લખાણ સાથે મૂર્તિ ત્રોફાવેલ છે. ડેડબોડીને હાલ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો