Placeholder canvas

વાંકાનેર: નાગાબાવાના મેળામા રાઇડ માલિક પર ધોકા પાઇપ વડે હુમલો.

વાંકાનેર: નાગાબાવાના મેળામાં રાઈડમાં મફત બેસવા બાબતે રાઈડ માલીક પર છ શખ્સોએ હુમલો કર્યો હતો. બ્રેક ડાન્સ રાઈડ માલીકે હુમલો કરનારા છ શખ્સો વિરુદ્ધ વાંકાનેર શહેર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે…

મળતી માહિતી મુજબ ગઇ કાલે વાંકાનેર નાગાબાવાના મેળા દરમિયાન બ્રેક ડાન્સ રાઈડમાં મફત બેસવા બાબતે જયેશભાઈ રૂપાભાઈ ભરવાડ (રહે. ગાયત્રી મંદિર પાસે), ગાંડુભાઈ લખમણભાઈ ભરવાડ (રહે. ભરવાડપરા), સંજયભાઈ મયાબાઈ ભરવાડ (રહે. વાંકાનેર) સહિત ત્રણ અજાણ્યા શખ્સોએ રાઈડ માલીક ફીરોજભાઈ અલ્લારખાભાઈ ઠાસરીયા (ઉ.વ. 45, રહે. સલોત શેરી ) પર ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો…

બનાવની વિગત કંઈક એવી છે કે…આરોપી દ્વારા બ્રેક ડાન્સ રાઈડમાં મફત બેસી ગયા હાતા ત્યારે બ્રેક ડાન્સ રાઈડના માલિકે રાઇડ ઊભી રાખી નીચે ઉતરવાનું કહેતા સારૂ ન લાગતા આરોપીઓ દ્વારા ગેરકાયદેસર મંડળી રચી લોખંડનાં પાઈપ-ધોકા વડે રાઈડ પર હુમલો કરી રાઈડ માલીક તથા સહાયક સાહીલભાઈ પર હુમલો કર્યો હતો જેમાં ફીરોજભાઈની ફરીયાદ પરથી વાંકાનેર શહેર પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 143, 147, 148, 324, 325, 504, 506(2) તથા જી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…..

આ સમાચારને શેર કરો