મોરબી જિલ્લા કલેકટર આર.જે.માકડીયાને મળ્યું પ્રમોશન

મોરબી: જિલ્લાના કલેકટર આર.જે.માકડીયાને પ્રોમોશન મળેલ છે. ગુજરાત સરકારે આજે જાહેર કરેલી IAS અધિકારીઓને પ્રોમોશનનિ યાદીમાં આર.જે માકડીયાનો પણ સમાવેશ થયેલ છે અને તેઓને પણ પ્રમોશન મળેલ છે.

મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે 2004ની બેન્ચના IAS અધિકારીઓને પ્રમોશન જાહેર કરેલ છે. આ તમામ આઈએએસ અધિકારિઓને સુપર સ્કેલ (પે-ગ્રેડ 1,44,200 થી 2,18,200 લેવલ) પર પ્રોમોશન આપવામાં આવેલ છે. અને હાલ નવો હુકમ ન થાય ત્યાં સુધી વર્તમાન પોસ્ટ પર ચાલુ રહેવા નિયુક્ત કરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો