મોરબીના ઉદ્યોગપતિ સાથે ૧૩.૬૦ કરોડની છેતરપીંડીના પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ

કેન્દ્ર સરકારમાંથી એક હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ અપાવવાની લાલચ આપીને મોરબીના સિરામિક ઉદ્યોગપતિની સાથે ૧૩.૬૦ કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી જે ગુનામાં ડોકટર કમ નકલી આઈએએસ અધિકારી સહિતના પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ હતી દરમ્યાન મોરબી પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે અને હજુ બે આરોપી પકડવાના બાકી હોવાથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

શહેરના શનાળા રોડ ઉપર દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા સિરામિક ઉદ્યોગપતિ વિજયભાઈ નાથાભાઇ ગોપાણી જાતે પટેલ (ઉં.૪૪)એ ડો.વસંતભાઈ કેસુભાઈ ભોજવીયા તેમજ અન્ય પાંચ શખ્સોની સામે ૧૩.૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે અગાઉ ડો. વસંત ભોજવીયા અને અને જયેશ સોલંકીની ધરપકડ કરેલ હતી જો કે આ ગુનામાં પોતાનું ઓળખ ફાયનાન્સ ઓફિસર તરીકે આપનારા મૂળ બિહારી અને હાલમાં અમરિતપૂરીમાં રહેતા અમરકુમાર રામકુમાર ઠાકુરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને હજુ બે આરોપી રચનાસિંઘ અને પ્રદીપ કારેલીયાની ધરપકડ કરવાની બાકી હોવાથી તેને પકડવા માટે પોલીસે તજવીજ હાથધરી છે.

આ સમાચારને શેર કરો