વાંકાનેર: અમરસર ફાટક પાસે બાઈક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, ત્રણને ઇજા
વાંકાનેર અમરસર ફાટક પાસે એક સ્પ્લેન્ડર મોટરસાયકલ અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી છે.
મળતી માહિતી મુજબ અમરસર ફાટક થી સીંધાવદર તરફ કેનાલના નાલાની આસપાસ રાજકોટ રોડ પર સ્પ્લેન્ડર મોટર સાયકલ અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક્ટીવામાં એક કપલ હતું અને સ્પ્લેન્ડરમાં સીંધાવદર ગત્રાળનગરનો કોઈ વ્યક્તિ હોવાની માહિતી મળી છે. આ ત્રણેય વ્યક્તિને પગમાં ઇજા પહોંચી હોવાથી વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.