skip to content

પશુપાલન કચેરી દ્રારા બકરી પાલન યોજનામાં લાભાર્થીઓને સહાયના ચેક અપાયા

પશુપાલનના વ્યવસાયમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ થકી પશુપાલકોને સહાય કરવામાં આપવામા આવે છે. તે અંતર્ગત મોરબીમાં પશુપાલન કચેરી દ્વારા બકરીઓ ખરીદવા અને તેના રહેઠાણની વ્યવસ્થા અંગેની યોજનાના લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી.

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના મોઈનુદીન ઈબ્રાહીમભાઈ કડીવાર અને રાતડીયા ગામના રહીશ મોમભાઈ સુરાભાઇ જાંપડા ને આ યોજના અતંર્ગત પિસ્તાલીસ હજારનો ચેક જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા અને નાયબ પશુપાલન અધિકારી, ડૉ. ડી.એ. ભોરણીયાના હસ્તે આપવામાં આવ્યો હતો.

પશુપાલન ક્ષેત્રે વિવિધ ૨૫ કલ્યાણકારી યોજનાઓ અમલ માં છે જે પૈકી સ્વ-રોજગારીના હેતુસર જનરલ કેટેગરીના લાભાર્થીઓ માટે બકરા એકમ (૧૦+૧) ની યોજના અમલી છે. આ યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં ૧૧૮ અરજીઓ પૈકી ૧૦ લાભાર્થીઓને ડ્રો પદ્ધતિ દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા.

આ યોજના અનુસુચિત જાતિના લાભાર્થી માટે પણ અમલમાં છે. યોજના અંતર્ગત લાભાર્થીએ ૧૦ બકરીઓ તેમજ ૧ બોકળો વસાવવાનો હોય છે. બકરીઓને બાંધવા માટેનો સેડ બનાવવાનો હોય છે. જેમાં ૫૦ ટકા સહાય ની રકમ આપવાની જોગવાઇ છે. પશુ ખરીદી તેમજ સેડ બનાવવાના થયેલ ખર્ચ ના ૫૦ ટકા અથવા રૂ.૪૫૦૦૦/- બંને માંથી જે ઓછુ હોય તે રકમ લાભાર્થી ને આપવામાં આવે છે. બકરાપાલનનો વ્યવસાય કરી સ્વ-રોજગારી મેળવી શકે એવો ઉમદા આશય શરૂ થયેલ આ યોજનાનો વધુને વધુ લાભ લેવા અખબાર યાદીમાં જણાવેલ છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો