રાજકોટ-અમદાવાદ હાઇવે પર આઠ કિમી લાંબો ચક્કાજામ
રાજકોટ : રાજકોટ અમદાવાદ હાઇવે પર આઠ કિલોમીટર લાંબો ચક્કાજામ સર્જાયો છે જેના કારણે સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વાહન ચાલકોનો આક્ષેપ છે કે, આ રસ્તા પર ખોટી રીતે ઇ મેમોનો દંડ વસૂલવામાં આવે છે. તેમનાં જણાવ્યાં પ્રમાણે, ‘માત્ર પાંચથી છ દિવસમાં કર્મચારીઓને કુલ 25 લાખ રૂપિયાનાં મેમા મળ્યાં છે. આઠ દિવસથી અમે તંત્રને આ અંગેની રજૂવાત કરીને થાક્યા પરંતુ આ અંગે કોઇ જ ઉકેલ ન આવતા અમે આજે ચક્કાજામ કર્યો છે.’ ચક્કાજામને પગલે રાજકોટ SOG, કુવાડવા અને બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને મામલો શાંત પાડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
સ્થાનિક વાહન ચાલકે પોતાની મુશ્કેલી વર્ણવતા જણાવ્યું કે, ‘અમારે માત્ર 25 મીટર જવાનું હોય છે તેમાં અમારે ચાર કિમીનો રાઉન્ડ મારવો પડે છે. અમારી માંગ એવી છે કે અહીં ડિવાઇડર ખુલ્લો કરવામાં આવે અથવા અમને સર્વિસ રોડ આપે તો અમારે જવામાં મુશ્કેલી નહીં પડે. રોજ અમને 1500થી 2000 રૂપિયાનો મેમો આવે છે. મારો 9 હાજાર તો પગાર છે. તો મારે કઇ રીતે આટલો મોટો દંડ ભરવો.’
બીજા ભાઇએ પોતાની આપવિતી જણાવતાં કહ્યું કે, ‘પહેલીવાર નીકળીએ તો 1500નો મેમો આવે છે બીજીવાર આ રસ્તા પરથી પસાર થઇએ તો 2000 રૂ.નો મેમો આવે છે. આખા દિવસમાં અમારે આ રસ્તા પરથી ચાર પાંચવાર પસાર થવાનું હોય છે. તો અમારે ખાલી મેમો જ ભરવાનાં? અહીં મેન્ગો માર્કેટમાં દોઢસોથી બસો લોકોને 25 લાખ રૂપિયાનાં મેમા આવ્યાં છે.’
મહત્વનું છે કે, પહેલાથી જ આ હાઇવે પર ડાયવર્ઝનનાં અનેક કામો થઇ રહ્યા છે. તે ઉપરાંત આ વાહન ચાલકોનાં વિરોધને કારણે આઠ કિલોમીટર લાંબી બસ અને મોટા વાહનનોની ભીડ જોવા મળી રહી છે. જેના કારણે જેને રાજકોટથી અમદાવાદ આવવાનું છે તેઓને ઘણી જ તકલીફ પડી રહી છે. હાલ તો ત્યાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…