વાંકાનેર: બાઉન્ટ્રી પાસેથી 5 વર્ષના બાળકનું અપહરણ
વાંકાનેર : બાઉન્ડરી પાસે આવેલ દેવબાપાની જગ્યા નજીકથી બે અજાણ્યા શખ્સોએ 5 વર્ષના એક બાળકનું અપહરણ કરી નાશી ગયા છે. પોલીસે અજાણ્યા અપહરણકારો સામે ગુન્હો નોંધી અપહત બાળકને શોધવા કવાયાત શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ તા. 27 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 09 :45 વાગ્યાની આસપાસ GJ 10 પાસિંગવાળી કારમાં સફેદ કપડાં પહેરેલા 2 અજાણ્યા શખ્સો પ્રિન્સ પ્રવીણભાઈ નાકીયા નામના 5 વર્ષના બાળકનું અપહરણ કરી ગયાની ફરિયાદ અપહતના વાલીએ તાલુકા પો.મથકમાં નોંધાવી છે. વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે રહેતા અપહત બાળકે સફેદ કલરનો ઝભ્ભો તેમજ સફેદ કલરનો લેંઘો પહેર્યો છે. અઢી ફૂટ ઊંચાઈ અને પાતળો બાંધો ધરાવતા બાળકની આંખો અને વાળનો રંગ કાળો છે, ઘઉંવર્ણ વાનના બાળકનું મોઢું લંબગોળ છે તથા માત્ર ગુજરાતી ભાષા જ જાણે છે. આ બાળક અંગે કોઈને કંઈ પણ જાણકારી મળે તો વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના નંબર 02828 220665 પર જાણ કરવા અપીલ.