વાંકાનેર: કણકોટ ગામના આદીલ બાદીની મોરબી જિલ્લાની ક્રિકેટ ટીમમાં પસંદગી.

વાંકાનેર રાજકોટ રોડ ઉપર આવેલ કણકોટ ગામના ખલાડી આદીલ બાદિની મોરબી જિલ્લાનિ ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

વાંકાનેર તાલુકાના કણકોટ ગામના મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા આ ક્રિકેટ પ્લેયર આદિલ બાદીની મોરબી જિલ્લા ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર 23 ઓપનમાં પસંદગી કરવામાં આવેલ છે. આ પૂર્વે આદિલ બાદી અંડર 19માં પણ રમી ચૂક્યા છે. તેવો એક ઓલરાઉન્ડર પ્લેયર છે.

આદિલે મોરબી ગ્રામ્ય ક્રિકેટ ઍશોસિયેશનની અંડર-19 ટીમમાંથી જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ઍશોસિયેશનની ટીમ સામે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી ખાતેના ગ્રાઉન્ડમાં મેચ રમ્યા હતા અને તેમાં તેઓ 10માં ક્રમે બેટિંગમા આવીને 5 રન કર્યા હતા અને બોલિંગમા એક વિકેટ પણ લીધી હતી. તેમની હવે અંડર-23માં પસંદગી થઇ છે. આદિલ બાદી ક્રિકેટ એકેડમી ઓફ પઠાણ- રાજકોટનો પ્લેયર છે ત્યાંથી ક્રિકેટ શીખ્યો અને સતત પ્રેક્ટીશ કરીને અહીં પહોચ્યૉ છે. તે રાજકોટની એચ.એન. શુક્લા કોલેજમાં S.Y., B.A.માં અભ્યાસ કરી રહ્યા છે.

🏏🏏🏏🏏🏏🏏🏏🏏

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો