વાંકાનેર: લુણસરીયા પાસે કાર અકસ્માતમાં 2ના મોત 3 સીરીયસ

By Rasul Khorajiya -Dighaliya વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ પાસે એક કાર નો ગંભીર અકસ્માત થયો છે જેમાં ઘટનાસ્થળે બેના મોત થયા છે અને ત્રણને ગંભીર ઈજા થતાં વાંકાનેર હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે તેમની હાલત ખુબ જ સીરિયસ હોવાની માહિતી મળી છે.

મળેલ માહિતી મુજબ આ કાર ખૂબ જ સ્પીડમાં હોય અને ડ્રાઇવર કંટ્રોલ ગુમાવી દેતા અકસ્માત થયો હોય તેઓ લાગી રહ્યું છે. કાર ઘણા બધી ગોથા ખાઈ ગયા બાદ અને રોડ ઉપર ઘણી બધી ઢસડાયા પછી રોડની બાજુમાં ચાલતા કામની પ્લીન્થ ઉપર જય પડી હતી. જેના કારણે કારમાં સવાર પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી જેમાં બેના સ્થળ ઉપર જ મોત થયા છે અને 3ની  સ્થિતિ ખૂબ સિરિયસ હોવાનું જાણવા મળ્યું છે.

આકાર કોની છે અને અંદરના પાંચ વ્યક્તિને કોઈ માહિતી મળી નથી.

આ સમાચારને શેર કરો