Placeholder canvas

નવા વર્ષની મોદી સરકારની ભેટ:રેલ્વે ભાડામાં વધારો.!

નવું વર્ષ શરૂ થતા પહેલા ભારતીય રેલ્વેએ લોકોને ઝટકો આપ્યો છે. ભારતીય રેલ્વેએ મુસાફરી ભાડામાં વધારો કર્યો છે. મંગળવારે આપેલા આદેશ અનુસાર, ભારતીય રેલ્વેએ રાષ્ટ્રીય સ્તરે મુસાફરી ભાડામાં વૃદ્ધિ કરી છે. રેલ્વેએ મેલ અને એક્સપ્રેસ ટ્રેન માટે 2 પૈસા પ્રતિ કિલોમીટર અને એસી ટ્રેનના ભાડામાં 4 પૈસા પ્રતિ કિલોમિટરનો વધારો કરવામાં આવ્યો છે.

આદેશમાં આગળ જણાવવામાં આવ્યુ છે કે, ઉપનગરિય ભાડામાં વૃદ્ધિ કરવામાં નથી આવી. સ્લિપર ક્લાસ, સેકન્ડ ક્લાસ ઓર્ડિનરી, ફર્સ્ટ ક્લાસ ઓર્ડિનરીના ભાડામાં એક પૈસા પ્રતિ કિલોમિટરની વૃદ્ધિ કરવામાં આવી છે. આ વૃદ્ધિ 1 જાન્યુઆરીથી લાગૂ થશે..

મેલ/એક્સપ્રેસ નોન એસી ટ્રેનના ભાડામાં 2 પૈસા પ્રતિ કિલોમિટરની વૃદ્ધિ કરવામાં આવી છે. એસી ક્લાસના ભાડામાં 4 પૈસા પ્રતિ કિલોમિટરની વૃદ્ધિ કરવામાં આવી છે.

રેલ્વે અનુસાર, રિઝર્વેશન, સુપરફાસ્ટના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, આ ઉપરાંત જેમણે પહેલાથી જ ટીકિટ બુક કરી લીધી હોય તેમની ટિકિટો પર ભાડા વૃદ્ધિ લાગૂ નહી થાય.

આ સમાચારને શેર કરો