Placeholder canvas

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન શરૂ, મતદારોએ લગાવી લાઇન

રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, કે સાંજના છ વાગ્યા સુધી ચાલુ રહેશે અને 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે.

વાંકાનેર તાલુકાના દરેક ગામ અને શહેરમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.લોકો મત આપવા માટે બહાર નીકળ્યા છે અને બુથ સુધી પહોંચ્યા છે. ધીમી ગતિએ મતદાન શરૂ થઈ ગયું છે.

સરકાર અને ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ 19 થી સલામતી માટેના આગમચેતીના ભાગ્રુપે બુથ પર વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં દરેક મતદારે સહકાર આપો. દરેક મતદારોએ મતદાન કરવા જતી વખતે મોઢા ઉપર માસ્ક પહેરવું અથવા રૂમાલ બાંધવો ફરજીયાત છે જેથી મતદારોએ માસ્ક પહેરીને અથવા રૂમાલ બાંધને જવું અને મતદાન કર્યા પછી કલેકટર મોરબી બહાર પાડેલ જાહેરનામા મુજબ મુજબ તાત્કાલિક બુથ છોડી દેવુ.

આ લોકશાહી પર્વ એટલે કે ચૂંટણીમાં દરેક મતદારોએ પોતાની રીતે સ્વતંત્ર રીતે વિચારી ને યોગ્ય ઉમેદવારને મત આપો દરેક મતદારોએ મતદાન અવશ્ય કરવું.

આ સમાચારને શેર કરો