Placeholder canvas

મોરબી: જિલ્લાની ત્રણેય બેઠકોની મતગણતરી 14 ટેબલો પર 21થી 23 રાઉન્ડમાં થશે.

પોલીટેક્નિક કોલેજ ખાતે 8મી ડિસેમ્બરે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે.
વાંકાનેર બેઠકના 307 evm અને બેલેટ મતની કુલ 23 રાઉન્ડમાં થશે.

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો પર કોણ જીતશે અને કોણ હારશે તેની ઠેક ઠેકાણે ચર્ચાઓ થઈ રહી છે. આ ઉત્તેજનાનો અંત હવે 8મી ડિસેમ્બરે આવી જશે. મોરબી જિલ્લાના 69 ટકા મતદારોએ આપેલો જનાદેશ 8મીએ સ્પષ્ટ જાહેર થશે.

સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં મોરબી-માળીયા, ટંકારા-પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠકની ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે. આ ત્રણેય બેઠકની મત ગણતરી એક જ સ્થળ એટલે મોરબીના ઘુંટુ નજીક આવેલ પોલીટેક્નિક કોલેજ ખાતે થશે. પહેલા બેલેટથી આપેલ મતની ગણતરી થશે. ત્રણેય બેઠકનું અલગ અલગ બિલ્ડીંગમાં 14-14 ટેબલ ગોઠવવામાં આવશે. 21થી 23 રાઉન્ડ સુધી મતગણતરી કરવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી. ટી. પંડ્યા,અધિક કલેકટર એન.કે.મૂછાર, ચૂંટણી અધિકારી એસ એમ.કાથડ, તેમજ 1200નો કાઉન્ટીગનો સ્ટાફ મતગણતરીમાં જોડાશે. જ્યારે મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસપીના માર્ગદર્શન હેઠળ બે ડીવાયએસપી,7 પીઆઇ, 15 પીએસઆઇ, પેરા મિલેટરી ફોર્સ સહિતનો 200 થી વધારાનો પોલીસનો સ્ટાફ બંદોબસ્તમાં જોડાશે.

આ સમાચારને શેર કરો