Placeholder canvas

મોરબી: યુનીક સ્કૂલમાં વ્યસનની જાગૃતી અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ.

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તથા તાલુકા હેલ્થ ઓફીસ મોરબી અને અર્બન હેલ્થ સેન્ટર સો ઓરડીના સહયોગથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઇ.

આજરોજ તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર મોરબી દ્રારા યુનીક સ્કૂલ મોરબીમાં વ્યસનની જાગૃતી અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. તમાકુ નિષેધ ચિત્ર હરીફાઈમાં ૧૨૦ જેટલા વિધ્યાર્થીએ ભાગ લીધો હતો.

આ ચિત્ર સ્પર્ધામાં બાળકોએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આર્થિક અસરો. સમાજમાં તમાકુના દુષણ અટકાવવાના પગલાઓ તથા તમાકુના કારણે થતા કેન્સરના રોગની સારવારમાં થતા ખર્ચ વીશે ચિત્ર સ્પર્ધા યોજેલ જેમાંથી શ્રેષ્ઠ ચિત્ર સ્પર્ધા વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીને ઇનામ આપવામાં આવેલ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિધાર્થીને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ અને સાથે શાળાના તમામ વિધાર્થીઓને નાસ્તો કરાવામાં આવેલ. કાર્યક્રમના અંતે આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર ડો ભૂમીસૂચક એફ,એચ,ડબલ્યુ વડાવીયા ફીરદોસ. તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિધાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપવામાં આવેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા તમામ સ્ટાફ ગણ, તથા સુપરવાઇઝર અજય વાધેલા અને અર્બન સ્ટાફ હાજર રહેલ.

આ સમાચારને શેર કરો