Placeholder canvas

વાંકાનેર: અગાભી પીપળીયા ગામે દેશી દારૂનો આથો મળ્યો.

વાંકાનેર : તાલુકા પોલીસે ચોક્કસ બાતમીને આધારે આગાભી પીપળીયા ગામે દરોડા પાડયા હતાં. જ્યાં વોકળાના કાંઠેથી દેશી દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો. જ્યારે આરોપી ફરાર થઈ જતાં તેની ધરપકડ કરવા પોલીસે કવાયત હાથ ધરી છે.

આ અંગેની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સુરેશ બચુભાઇ સોલંકીની ધરપકડ કરવા અગાભી પીપળીયા ગામની સીમમાં દરોડા પાડયા હતાં. જ્યાં ખેતરના બાજુમાં આવેલ નારતોળીયા વોકળાના કાંઠે દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૨૦૮૦ કિ.રૂ.૪૧૬૦/-નો મુદામાલ મળી આવ્યો હતો. જ્યારે આરોપી સુરેશ હાજર નહીં મળી આવતા પ્રોહિ.કલમ-૬૫(એફ) મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો