Placeholder canvas

ઓહ માય ગોડ : સીંધાવદરમાં પાંચ જગ્યાએ વીજળી પડી !!!

વાંકાનેર આજે સાંજના ચાર વાગ્યાની આસપાસ વાંકાનેર પંથકમાં વરસાદના મંડાણ થયા હતા જેમાં ખાસ કરીને સીંધાવદર અને તેની આસપાસના ગામોમાં મૂસળધાર વરસાદ પડ્યો હતો મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં પાંચેક ઈંચ વરસાદ ખાબક્યો હતો.

સિંધાવદરમાંમાં આજે ભારે વરસાદની સાથે સાથ વીજળીએ પણ ભારે કરી હતી, સીંધાવદર એક જ ગામમાં અલગ અલગ પાંચ જગ્યાએ વીજળી પડી હતી. જેમાં ૪ વ્યક્તિઓના મકાન પર અને એક રાજકોટ રોડ પર બસ સ્ટેન્ડ પાસેના ખુલ્લી જગ્યામાં વીજળી પડી હતી જ્યાં ખાડો કરી નાખ્યો હતો.

આજે સીંધાવદરમાં શેરસીયા મહેબૂબ મામદ દરબાર ના મકાન પર સીડી રૂમ ઉપર વીજળી પડી હતી જેમના કારણે છતમાં અને બારસ્તમાં નુકસાન થયું હતું. આ ઉપરાંત પરાસરા ઇસ્માઇલ સાવદીના ઘર ઉપર વિજળી પડતા તેમનું વાયરિંગ બળી ગયું હતું, શેરસીયા નૂરમામદ જલાલના મકાન ઉપર વિજળી પડતા મકાનની પારાપેટ પડી ગઈ હતી.આ ઉપરાંત મહંમદ ભાઈ ના ઘરે પણ વીજળી પડી હતી અને મકાન પર રહેલ સોલાર ની ટ્યુબ ફૂટી ગઈ હતી.

આજે સિંધાવદરમાં ભારે વરસાદની સાથે પાંચ જગ્યાએ વીજળી પડી હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ઓછા વધતા પ્રમાણમાં મકાનમાં નુકસાન થયું છે.

બજારભાવ, બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યુઝ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…
નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો. https://www.facebook.com/kaptaannews
આ સમાચારને શેર કરો