Placeholder canvas

વિદ્યાભારતીના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટેનો વિદાય અને શુભેચ્છા સમારંભ યોજાયો.

વિદ્યાભારતી વાંકાનેર ની ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીભાઈઓ બહેનો માટેનો વિદાય અને શુભેચ્છા સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના દ્વારા થયો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ નિમંત્રિત રામાણી ઇન્સ્ટિટયૂટ રાજકોટ ના ડાયરેકટર ડોક્ટર વી. કે રામાણી દ્વારા પરીક્ષા સમયની સ્ટ્રેટેજી અને જીવનમાં મુશ્કેલીમાં અને અગવડો વચ્ચે સફળ થયેલ વ્યક્તિઓ ના જીવન વિશેનું પ્રેરણાદાયી વક્તવ્ય ડો.વી કે વીરાણી સર દ્વારા આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષા માટેની ઉત્તમ તૈયારી તનાવ વગર કઈ રીતે કરવી તેની સમજણ ખૂબ સરળતાથી આપેલ

વિદાયમાન અને શુભેચ્છા સમારોહમાં વિદ્યાર્થી ભાઈ બહેન દ્વારા પણ શાળા પ્રત્યેની તેમની લાગણી તથા સમગ્ર અભ્યાસકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા અને સર્વાગી શિક્ષણની સાથે મળેલા સંસ્કાર અને મૂલ્યોના અનુભવોને,પ્રતિભાવો દ્વારા , સરળ-સચોટ શૈલીમાં વક્તવ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે બોર્ડની લેખિત પરીક્ષામાં દરેક વિદ્યાર્થી સારા નંબરે પાસ થઈને શાળા તેમજ પરિવારનું નામ ઉજવળ બનાવે , તેમ જ જીવનમાં પણ એક્ શ્રેષ્ઠ નાગરિક બની દેશ સેવા માટેનું કાર્ય કરે તે માટેની શુભકામનાઓ શ્રી દર્શનાબેન જાની દ્વારા શાળાપરિવાર વતી ટ્રસ્ટીશ્રીઓ અને પ્રમુખ શ્રી લલિતભાઈ મહેતા વતી આપવામાં આવી હતી

આ કાર્યક્રમમાં ટ્રસ્ટી શ્રી વિનુભાઈ રૂપારેલીયા અને વિનુભાઈ શાહે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા હતા હતી.કાર્યક્રમના અંતે આભાર દર્શન નિલેશભાઈ ધોકિયા દ્વારા કરવામાં આવ્યું

આ સમાચારને શેર કરો