Placeholder canvas

વાંકાનેર પંથકમાં ગાજ,વીજ અને પવન સાથે વરસાદ: સિંધાવદરમાં અડધો ઇંચ ખાબકયો

વાંકાનેર આજે સવારથી વાતાવરણમાં થોડો ફેરફાર દેખાતો હતો જેમાં ખાસ કરીને બપોર પછી સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાવર આવી હતી અને ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી જોત જોતા માં જ ગાજવીજ શરૂ થયો હતો અને છાંટા પણ શરૂ થયા હતા

હવામાન ખાતાની આગાહી મુજબ આજે લગભગ સમગ્ર વાંકાનેર પંથકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો હતો જેમાં ખાસ કરીને સિંધાવદર ગામમાં અડધા ઇંચ થી વધુ વરસાદ પડ્યાના વાવડ મળી રહ્યા છે ગામની બજારોમાં પાણી પણ ચાલતા થઈ ગયા હતા.

આ કમોસમી વરસાદના કારણે ખેતીમાં ભારે નુકસાની થવાની શક્યતાઓ છે જીરૂની સીઝન છે ઘઉં પણ હવે છેલ્લા પાણ પર છે અને બીજા અન્ય પાકો માં પણ આ કમોસમી વરસાદના કારણે મોટી નુકસાની થશે. જેમાં ખાસ કરીને જે ખેડૂતે જીરું તાણીને રાખ્યું છે તેમના તો પવનના કારણે ખેતરોમાંથી પાથરા જ ઊડી ગયા છે, એવી જ રીતે ધાણા પાકમાં પણ મોટી નુકસાની છે સાથોસાથ ડુંગળીના પાકમાં પણ નુકસાની થશે.

આમ ખેડૂતને મારે મહેનત અને ખર્ચ કરીને પાકની માવજત કર્યા બાદ આ કમોસમી વરસાદે પાકની પથારી ફેરવી નાખશે અને ખેડૂતના મોઢે આવેલો કોડિયો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. આમનાથી સરકારને કોઈ ફરક નહીં પડે…

જુવો વિડીયો….

આ સમાચારને શેર કરો