વાંકાનેર: મહિકા ખાતે ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્રારા વિદ્યાર્થીઓમાં વિવિધ સ્પર્ધા યોજાઇ
વાંકાનેર: જિલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબીના ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા વાંકાનેર તાલુકાના મહિકા ગામે આવેલી જીનિયસ વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ વચ્ચે વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ચિત્ર સ્પર્ધા , નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા કરવામાં આવી અને દરેક સ્પર્ધામાં ખુબ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓઅે ઉત્સાહ પૂર્વેક ભાગ લીધો હતો.
આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓએ વ્યસન અંગે જુદા જુદા ચિત્રો દોર્યા હતા અને વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ ખુબ સારુ વકત્વય આપ્યુ હતુ. નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ આંકડાકીય માહીતી સાથે પોતાની મૌલિકતાથી ખુબ જ સારા નિબંધ લખીયા હતા ત્રણેય સ્પર્ધામાં વિજેતા જાહેર થનાર પ્રથમ, દ્વિતિય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા ઈનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવીયા હતા.
વાંકાનેર તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇ અને ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા શારિરીક, આર્થિક નુકસાન અને વ્યસન છોડવા માટે માહિતીગાર કરીયા હતા. સ્પર્ધાના અંતે શાળાના સંચાલક/પ્રિન્સપાલે પણ વિદ્યાર્થીઓને વ્યસન છોડવા અને પોતાના પરીવારના સભ્યોને પણ વ્યસન મુકત બનવા માટે જણાવ્યું હતુ. ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલનો આભાર માન્યો હતો.