મોરબી જિલ્લામાં નવા ટ્રાફિક નિયમના પ્રથમ દિવસે રૂ. 63 હજારનો દંડ વસુલાયો
નવા ટ્રાફિક નિયમની અમલવારીના આજે પ્રથમ દિવસે પોલીસે આજે સઘન ટ્રાફિક ઝુંબેશ ચલાવી હતી. આ ઝુંબેશમાં પોલીસે રૂ. 63 હજારના દંડની વસુલાત કરી હતી.
સમગ્ર રાજ્યમાં આજે 16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક એકટની અમલવારી શરૂ થઈ છે. કેન્દ્ર સરકારે બનાવેલા ટ્રાફિકના આકરા નિયમોમાં રાજ્ય સરકારે થોડા અંશે ઘટાડો કરીને તેને આજથી અમલી બનાવ્યા છે.
જો કે PUC અને HSRP નંબર પ્લેટ માટે વાહનચાલકોનો ભારે ધસારો હોય જેને ધ્યાને રાખીને તેની મુદત તા. 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. જેથી આ બન્નેને બાદ કરતાં હેલ્મેટ, સીટ બેલ્ટ, લાઇસન્સ વગેરે ન હોય તેવા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા. સમગ્ર જિલ્લામાં પોલીસે કુલ રૂ. 63,900નો દંડ ફટકાર્યો હતો. જોકે પોલીસ દ્રારા ટ્રાફિક ઝુંબેશની શરૂઆત પ્રથમ પોતાના પોલીસ મથકોથી કરી પોલીસ કર્મીઓના વાહનોનું ચેકીંગ હાથ ધરી કાયદો દરેક સમાન હોવાનો મેસેજ આપ્યો હતો.
વાંકાનેરમાં પણ આજે નવા ટ્રાફિક નિયમ મુજબ બપોર બાદ કામગીરી કરી હતી અને વાંકાનેર શહેર પોલીસ મથકે જ આ કામગીરી શરૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ લીમડાચોક ખાતે નીકળતા લોકોના વાહનો અને લાઇસન્સ હેલમેટ વગેરેની તપાસ કરી અને દંડ વસુલવામાં આવ્યો હતો.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…