Placeholder canvas

તીથવામાં આઝાદીકા અમૃત મહોત્સવ અન્વયે વંદે ગુજરાત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

વાંકાનેરઃ તાલુકાના તીથવા ગામ ખાતે શ્રી તીથવા તાલુકા શાળાના પ્રટાંગણમાં આઝાદીકા અમૃત મહોત્સવ અન્વયે વંદે ગુજરાત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા,તાલુકા વિકાસ અધિકારી પટેલ, તાલુકા પંચાયતની તીથવા અને પીપળીયા રાજ સીટના સદસ્યો ખોરજીયા રહીમભાઈ અને હુસેનભાઈ, એ ટી.ડી.ઓ. બિપીનભાઈ તથા તીથવા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યઓ હાજર રહ્યા હતા.
આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને તીથવા ગ્રામ પંચાયતના સરપંચ ઈસ્માઈલભાઈ રઝવી દ્વારા સરકાર દ્વારા ૨૦ વર્ષના વિકાસ કામોની યસગાથાથી ગ્રામજનોને પરિચિત કર્યા હતા. તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા તીથવા ગામની ગ્રામ પંચાયતના રીનોવેશન કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

૨૦ વર્ષના વિકાસ કામોને આગળ ધપાવતા આજે પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા તીથવા ગામને ૨ લાખના પેવર બ્લોકના કામની અને પ્લોટ વિસ્તારમાં ૨ લાખના રસ્તા રીપેરીંગના કામ મળી 4 લાખના નવા કામોની જાહેરાત કરવામાં આવી હતી.

વરસાદી વાતાવણમાં આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગામના સરપંચ ઈસ્માઈલભાઈ તથા તાલુકા શાળા અને પેટા શાળાના આચાર્ય અને શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…
કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

જુઓ વિડિયો

આ સમાચારને શેર કરો