Placeholder canvas

D.M.L.T. કોર્સમાં રીયાસત ભોરણીયાએ મેદાન માર્યુ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ

વાંકાનેર: ‘નહીં માફ નીચું નિશાન’ એ મુજબ તમે જે કામ હાથમાં લો તેમનો ગોલ ઉંચો રાખીને તેમાં સંપૂર્ણ ઇન્વોલમેન્ટ આપો અને પૂરેપૂરી મહેનત અને લગનથી લાગી પડો તો કોઈપણ સિદ્ધિ ને સિદ્ધ કરવી અશક્ય નથી. આવુ કરી બતાવ્યું છે વાંકાનેર તાલુકાની વિદ્યાર્થીની રિયાસતે તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડી એમ એલ ટી કોર્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે

રિયાસતબેન ગુલાબભાઈ ભોરણીયાએ ભલગામના સામાજિક અગ્રણી અને હંમેશા સત્યની લડતમાં અગ્રસ્થાને રહેનાર સતારભાઈ બાદીના પુત્રવધુ છે. તેઓ હાલમાં વાંકાનેરના ચંદ્રપુર ખાતે અંજની પ્લાઝામાં આઇશા હોસ્પિટલમાં પરફેક્ટ લેબોરેટરી ચલાવી રહ્યા છે, રિયાસતબેન ભોરણીયાએ રાજકોટની સાધુ વાસવાણી કોલેજમાં વર્ષ 2020-21 દરમ્યાન અભ્યાસ કરી આ સફળતા મેળવી છે, જે બદલ કોલેજ દ્વારા તેમને સિલ્ડ-સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ વિડીયો પણ જુવો…

કપ્તાન ન્યૂઝની youtube ચેનલ લાઈક કરો, સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પુસ કરો…

આ સમાચારને શેર કરો