skip to content

રેલવેનું ડબલ ટ્રેકનું કામ પૂરું થતાં હવે રાજકોટને વંદે ભારત ટ્રેન મળશે -સાંસદ મોહન કુંડારિયાએ

રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ રેલવેને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, રાજકોટને વંદે ભારત ટ્રેન મળશે. રેલવેનું ડબલ ટ્રેકનું કામ પૂરું થતા જ વંદે ભારત ટ્રેન મળશે. હાલ સિંગલ ટ્રેક હોવાથી રાજકોટને વધુ ટ્રેન મળતી નથી.

સાંસદ મોહન કુંડારીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રવાસીઓને રેલવેની વધુ સુવિધા મળે તે માટે મેં કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરી છે. આગામી જૂન મહિના સુધીમાં વંદે ભારત ટ્રેનની સુવિધા અપાવવામાં આવશે. તેમજ રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે સિંગલ ટ્રેક હોવાથી વધુ ટ્રેનની સુવિધા સૌરાષ્ટ્રને મળતી નથી. ત્યારે ટૂંક જ સમયમાં ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થતા વધુ ટ્રેન રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને ફાળવવામાં આવે તે પ્રકારની રજૂઆત પણ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો