skip to content

રાજકોટમાં અટલ સરોવર પાસે PCR વેનનાં ડ્રાઇવર પર ધોકા સાથે બે શખ્સો તૂટી પડ્યા !!

રાજકોટના ગાંધીગ્રામમા આવેલ અક્ષરનગરમાં રહેતા રવિરાજસિંહ સિધ્ધરાજસિંહ જાડેજા (ઉ.વ.22)એ ફરિયાદમાં નીતિન હરેશભાઈ ચાવડા અને નીતિન ચૌહાણ ના નામ આપતા તેની સામે ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.આ અંગે યુનિવર્સિટી પોલીસના PSI ડી.વી.બાલાસરા વધુ તપાસ હાથ ધરી છે.

રવિરાજભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું પોલીસ હેડ ક્વાર્ટર એમ.ટી વિભાગમાં આઉટસોર્સ ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છુ. હાલ યુનિવર્સિટી પોલીસની પી.સી.આર 19 માં ફરજ બજાવું છું. ગઇકાલ હું નોકરી પર હતો ત્યારે સંજયદાન ગઢવી, એસ.આર.પી. હે.કો. સુરેશભાઈ ભાણજીભાઈ અસારી સાથે ફરજ પર હતો. તે દરમ્યાન રાત્રીના કોલ આવેલ જેથી કોલ આધારે નવો 150 ફૂટ રિંગરોડ અટલ સરોવર નજીક જઈ તપાસ કરતા કોલ કરનાર એક એક્સેસ ચાલક તથા ટ્રક ચાલક વચ્ચે હોર્ન વગાડવા બાબતે ઝઘડો થયો હતો. પરંતુ આ બાબતે બન્ને વચ્ચે સમાધાન થઈ જતા કોલ કરનાર ફરીયાદ કરવા માંગતા ના હોય અને ટ્રક ચાલક તથા કોલ કરનાર એકસેસ ચાલક જતા રહ્યા હતા.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,બાદમાં અમેં અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નિકળી ગયા હતા બાદ પેટ્રોલિંગ દરમિયાન ફરતા ફરતા કાલાવાડ રોડ પર ન્યારી ડેમ જવાના રસ્તા પાસે ઉભા રહ્યા ત્યારે તા.16/02ના અગાઉ કોલમાં રહેલ ટ્રક ચાલક અને અન્ય બીજો ટ્રક ચાલક ત્યાં આવી રોડની સાઈડે બન્ને ટ્રક પાર્ક કરી ઉભા રહ્યાં હતાં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,જેને હું દુરથી આવતા જોઈ હું તેમની સામે ચાલીને પુછવા ગયો ત્યારે એક ડ્રાઈવરે મને ધોકો માથામાં મારવા જતા મે મારો હાથ આડો રાખતા મને ડાબા હાથ પર ઘા મારતા ઈજા થયેલ અને તે ડ્રાઈવર ત્યાંથી દોડીને નાસી ગયો હતો મને હાથમાં ઈજા થઈ હોય જેથી મે પોલીસ કંટ્રોલરૂમમા ફોન કરી અન્ય પોલીસની મદદ માંગતા થોડીવારમાં તાલુકા પોલીસ સ્ટેશનની અન્ય પોલીસની ગાડીઓ આવી ગઈ હતી.

આ બન્ને ડ્રાઈવર પૈકીનો એક ડ્રાઈવર પકડાઈ ગયો હતો. જેનુ નામ પુછતા પોતાનુ નામ નીતીન હરેશભાઈ ચાવડા હોવાનુ જણાવેલ અને મને હાથમાં ધોકો મારનાર ડ્રાઈવર નું નામ નીતીન ચૌહાણ હોવાનુ જાણવા મળ્યું હતું. જે નાસી જતા તેની શોધખોળ આદરી હતી.

આ સમાચારને શેર કરો