Placeholder canvas

વડોદરાની આયુષી મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો ખિતાબ જીત્યો.

27 વર્ષ બાદ ભારતીયને મળ્યો ખિતાબ, આ સ્પર્ધામાં 22 દેશોની યુવતીઓએ ભાગ લીધો હતો.

વડોદરા : શહેરની 16 વર્ષની આયુષી ધોળકિયાએ મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો એવોર્ડ જીત્યો છે. મહત્વનું છે કે 27 વર્ષ બાદ દુનિયાનું સૌથી જૂનું ટીન પજેન્ટ કોઇ ભારતીયએ આ એવોર્ડ જીત્યો છે. ગુજરાતીઓ માટે આ ગર્વની વાત છે. વડોદરા : શહેરની 16 વર્ષની આયુષી ધોળકિયાએ મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો એવોર્ડ જીત્યો છે.

આ સ્પર્ધામાં કુલ 22 દેશોની યુવતીઓએ ભાગ લીધો હતો. આમાં તેણે ‘બેસ્ટ ઇન કોસ્ચ્યૂમ’ અને ‘બેસ્ટ ઇન સ્પીચ’ એવોર્ડ પણ જીત્યો છે. પેરાગ્વેની યેસ્સેનિયા ગ્રેસિયા ફર્સ્ટ રનર અપ રહી અને બોત્સવાનાની એનિસિયા ગાઓતુસી સેકન્ડ રનર અપ રહી છે.

આયુષીને જજે પૂછ્યું હતું કે, શું તમને લાગે છે કે દુનિયામાં જો એક વૈશ્વિક સરકાર હોત તો કોઇ દેશ અલગ થાય નહીં. દુનિયા એક સૌથી સારી જગ્યા બની શકી હોત? જેના જવાબમાં આયુષીએ કહ્યું હતું કે, ‘હું એમ નથી વિચારતી કે, એક સરકાર હોય તો જ દુનિયા સારી બની શકે છે, કારણ કે પ્રત્યેક દેશ ભૌગોલિક દૃષ્ટિએ, લોકો અને તેમના વિચારોથી વહેંચાયેલો છે. આખી દુનિયા અને રાજનેતા પોતાના દેશ અને તેમાં રહેતા લોકોની ભલાઈ માટે જાગૃત છે. એક ભારતીય હોવાની રીતે હું વસુધૈવ કુટુંબકમમાં દૃઢ વિશ્વાસ રાખું છું, જેનો મતલબ એમ થાય છે કે આખી દુનિયા એક મોટો પરિવાર જેવો છે. તેથી જ, વિભિન્ન દેશ અને સરકાર હોવા છતાં આપણે સૌ એક પરિવાર છીએ અને પ્રેમ-શાંતિથી બંધાયેલા છીએ.’

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો