વાંકાનેર: ઢુવા પાસે બોલેરો-ટ્રક વચ્ચે અકસ્માત, વાંકિયાના યુવકનું મોત

By Mohsin Sipai વાંકાનેર: આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ 27 નેશનલ હાઈવે પર ઢુવા પાસે એક ટ્રક અને બોલેરોનું અકસમાત થયું છે જેમાં બોલેરો ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.

મળેલ માહિતી મુજબ આજે વહેલી સવારે ટુવા ઓર બ્રિજ પર બોલેરો અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતાં બોલેરો ચાલક નું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે. આ બોલેરો ચાલક વાંકાનેર તાલુકાના વાંકિયા ગામના માથકિયા ઈસ્માઈલ મહમદભાઈ જીવાભાઇ (ઉંમર વર્ષ આશરે ૪૦) તેઓ પોતાના નાના નાના સંતાનોને છોડી ગયા છે.

અકસ્માત થતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ આવી પહોંચતાં મૃતકની ડેડબોડીને વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો