મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલાનો આજે જન્મદિવસ

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાનો આજે જન્મ દિવસ છે. સ્વભાવે કોમળ, સ્પષ્ટ વક્તા અને કર્તવ્ય નિષ્ઠ અધિકારીની શાખ ધરાવતાં IPS ડો. કરણરાજ વાઘેલા પોતાનું બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. નિષ્ઠાપૂર્વક ફરજ નિભવવાની કળાથી તેઓ હરહમેંશા ખીલતા રહ્યાં છે તેમજ લોકોનું માન-સન્માન પ્રાપ્ત કરી રહ્યા છે.

2012માં IPS બન્યા બાદ તેઓએ ગાંધીનગર રાજકોટ ડીસીપી તરીકે ફરજ બજાવી હતી. બાદમાં વર્ષ 2017માં તેઓ મોરબી એસપી તરીકે નિયુક્ત થયા છે. તેઓની નિયુક્તિ બાદ અનેક ગુનાઓ ગણતરીની કલાકોમાં ડીટેકટ કર્યા છે. તેમજ દારૂના બુટલેગરો પર ધોસ જમાવી તેઓને ભોં ભીતર કરી દીધા છે. ફક્ત કાર્યક્ષેત્રમાં જ નહિ ડો કરણરાજ વાઘેલા એમબીબીએસ પણ છે અને જરૂર પડ્યે તેના મિત્રોને મદદરૂપ પણ થાય છે જેમાં પોતાનું સપનું IPS બનવાનું હોવાથી તેઓએ એમબીબીએસ પૂર્ણ કર્યા બાદ UPSCની તૈયારીઓ શરૂ કરી હતી.

મોરબી જીલ્લામાં ગમે તેવી ગંભીર સ્થિતિને હેન્ડલ કરી લેવાની અનોખી સૂઝ બુઝ ધરાવતાં મોરબી એસ.પી. ડો. કરનરાજ વાઘેલા આજે 23 ડિસેમ્બરના રોજ ૩૯ વર્ષ પૂર્ણ કરી ૪૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

કપ્તાન ગ્રુપ તરફથી એસ પી ડૉ.કરણરાજ વાઘેલાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ Happy Birthday

આ સમાચારને શેર કરો