Placeholder canvas

વાંકાનેર: આજે ઉસ્માનગની શેરસિયાનો જન્મદિવસ

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના નાનકડા એવા કણકોટ ગામે ૧૨, ફેબુઆરી, ૧૯૭૯ના રોજ ઉસ્માનગનીનો જન્મ થયો હતો, તેઓ ગુજરાતી સાથે બી.એ. કરતા હતા ત્યારે સાથે સાથે વર્ષ ૧૯૯૮ માં કોમ્પ્યુટર કોર્ષ ચાલુ કર્યો હતો. આમ, ભાષા સાથે ટેકનોલોજીનો અભ્યાસ બાદ કચ્છના ભૂકંપ વખતે કચ્છમાં એક સવાયા કચ્છી તરીકે કામ કર્યું અને ત્યાં પછી માછીમારોના પ્રશ્નોને લઈને કચ્છના દરિયા કિનારા પરના માછીમારોનું સંગઠન બનાવ્યુ અને માછીમારોના પ્રશ્ને સરકાર અને દરિયા કિનારા પર આવતાં મોટા ઉઘોગો સાથે ચળવળ કરી અને માછીમારોના હક્ક માટે સતત કાર્યશીલ રહ્યા.

તેઓ મુદ્રા તાલુકાના ભદ્રેશ્વરના ઓ.પી.જી. પાવર પ્લાન્ટ સામેની ચળવળમાં તેમના પર ફરિયાદ કરવામાં આવી અને આવી જ રીતે સતત માછીમારોના હ્ક્ક્ક માટે કામ કરતા રહ્યા જેનો દેશ લેવલના માછીમારના સંગઠને તેઓના કામની નોધ લઈને દેશ લેવલના માછીમાર સંગઠનમાં સેક્રેટરી તરીકે ૨૦૧૫માં ચુંટાયા અને હાલ પણ તે હોદ્દા પર કામ કરી રહ્યા છે.

૨૦૧૪માં કચ્છમાંથી વાંકાનેર તરફ આવ્યા બાદ રામપરા અભ્યારણની બાજુમાં ઈકોઝોન જાહેર કરવામાં આવ્યો, જેમાં ખેડૂતોના અને પશુપાલકોના પ્રશ્ને લોકોને સાથ અને સહકાર આપ્યો, આવા જ ગુજરાતમાં અલગ અલગ લોકોના ઉઘોગો સામેના પ્રશ્ને મદદ કરતા રહ્યા છે.

૨૦૧૫ પછી ગુજરાતમાં મુસ્લિમોને થઈ રહેલ અન્યાય સામે કાયદાકીય અને જાહેર કાર્યક્રમો શરૂ કર્યા તેમાં વિધાનસભા ઘેરાવ, પોસ્ટકાર્ડ કેમ્પેઈન, લઘુમતી દિવસની ઉજવણી જેવા કાર્યક્રમો શરૂ કર્યા જેમાં તેઓને મહત્વનો ફાળો આપ્યો છે. હમણાં ગઈ તે ૧૮, ડીસેમ્બર, ૨૦૨૧ના રોજ અમરેલી ખાતે આ દિવસ ઉજવવામાં આવ્યો હતો.

આમ માત્ર ગુજરાતમાં જ નહીં ભારતભરમાં સબંધો અને મિત્રો ધરાવતા ઉસ્માનગની શેરસીયાને આજે તેમના સંબંધીઓ, મિત્રો, શુભેચ્છકો, સગા-સ્નેહીઓ અને પરિવારજનો તેમના મોબાઈલ નંબર 94274 43976 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન પરિવાર તરફથી ઉસ્માનગની શેરસીયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ સમાચારને શેર કરો