Placeholder canvas

લે બોલ: ઉપલેટામાં કોલેજની પરીક્ષા આપવા છોકરીની જગ્યાએ છોકરો આવ્યો.!! પછી…

રાજકોટ: ઉપલેટામાં ચાલી રહેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા આપવા આવેલ ડમી વિદ્યાર્થી ઝડપાયો છે.

મળેલી માહિતી મુજબ ઉપલેટા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલી રહેલ પરીક્ષામાં ચકાસણી દરમિયાન ડમી વિદ્યાર્થી બી.કોમ. સેમેસ્ટર 6 ની ફાયનલ એક્ઝામમાં વિદ્યાર્થીનીની જગ્યા અન્ય વિધાર્થી પરીક્ષા આપવા આવતા ઝડપાય ગયો હતો. આ ડમી વિદ્યાર્થી સ્ટાફ દ્વારા પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ ઝડપી લેવાયો હોવાની વિગતો સામે આવી છે.કોલેજ સ્ટાફને જાણ થતા કોલેજ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુમાં મળેલી માહિતી મુજબ ઉપલેટા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બીકોમ સેમેસ્ટર 6 ની એકઝામ આપવા વિદ્યાર્થીની ભૂમિકા પાથલિયાની જગ્યાએ કરણ કુમાર જોગ નામનો વિદ્યાર્થી ડમી વિદ્યાર્થી બનીને આવ્યો હતો તેમને પ્રિન્સિપાલ એ પકડી પડ્યો હતો આ માટેની તેવો કાર્યવાહી કરી રહ્યા હતા એ દરમિયાન મોકો મળતા વિદ્યાર્થી પ્રિન્સિપાલ અને સ્ટાફની નજર ચૂકાવીને કોલેજમાંથી ભાગી ગયો હતો. પ્રિન્સિપાલે આ સમગ્ર ઘટનાની જાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધારીઓને કરી છે, હવે તેની સામે આગળની કાર્યવાહી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે..

આ સમાચારને શેર કરો