શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા વવાણીયામાં મલ્ટી સ્પેશિયાલિટી મેગા મેડિકલ કેમ્પ…

મોરબીના વવાણીયા ગામમાં આગામી તારીખ 9મી એપ્રિલ અને રવિવારના રોજ સવારે 9 થી સાંજના 4 વાગ્યા દરમિયાન શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા મલ્ટી સ્પેશિયાલિટી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં 60 સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર (એમબીબીએસ,એમડી ડોક્ટર નહીં) સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટિમ સેવા આપશે. આ કેમ્પમાં આંખની તકલીફ ઉપરાંત કોઈપણ પ્રકારની અન્ય તકલીફ, રોગનું સચોટ નિદાન અને સારવાર તદ્દન ફ્રી કરી આપવામાં આવશે. કોઈપણ પ્રકારની બીમારીનું સચોટ નિદાન કરીને તે માટેની જરૂરી દવાઓ, જરૂરી હોય તો સર્જરી બધુજ એકદમ ફ્રીમાં આપવામાં આવશે… કેન્સર, કિડની, લીવર રિલેટેડ જેવી કોઈ પણ તકલીફ, બીમારીનું સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા સચોટ નિદાન કરીને જરૂરી દવા તેમજ જરૂર પડીએ સર્જરી તમામ વસ્તુઓ ફ્રીમા આપવામાં આવશે અને સર્જરી માટે જરૂર પડયે રાજકોટ, મુંબઈ, ધરમપુર (વલસાડ) જ્યાં સર્જરી માટે લઈ જવામાં આવશે અને સર્જરી પણ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવશે.
આ મલ્ટી સ્પેશિયાલિટી મેગા મેડિકલ કેમ્પ વવાણીયા જવા માટે મોરબી થી બસની સુવિધા પણ કરવામાં આવી છે તેમજ વાવણીયાથી પરત મોરબી આવવા માટે પણ બસની સુવિધા કરવામાં આવેલ છે. ત્યાં જમવાનું ચા-પાણી, નાસ્તો વગેરે તમામ સુવિધા ફ્રીમાં આપવામાં આવશે.
જે લોકોને અથવા તમારી આસપાસમાં કોઈપણ વ્યક્તિને આવી તકલીફ હોય તો આવા સુપર સ્પેશેલિસ્ટ ડોક્ટર પાસે સારવાર કરાવી ખૂબ ખર્ચાળ હોય છે એ ઘર આંગણે તદ્દન ફ્રીમાં મળી રહે છે ત્યારે આ કેમ્પનો લાભ લોકો એ લેવો જોઈએ…. આ કેમ્પમાં સારવાર માટે માત્ર એક કાગળમાં દર્દીનું નામ, ઉંમર, જાતિ અને રોગની વિગત લખીને 9484439232 આ નંબર ઉપર મોકલી આપવાની રહેશે. તેમજ વધુ માહિતી માટે ઉપરોક્ત નંબર પર સંપર્ક કરવો…

🙏 આ ન્યુઝને વધુમાં વધુ શેર કરવા વિનંતી, જેથી કરીને જરૂરતમંદ લોકો સુધી માહિતી પહોંચી શકે… તમારું માત્ર શેર કરવાથી કોઈનું ભલું થઈ શકે છે…

કપ્તાન સાથે નીચેના કોઈપણ માધ્યમ દ્વારા આપ જોડાઈ શકો છો…

ફેસબુક:-
કપ્તાન ન્યૂઝનું facebook પેજ લાઈક અને ફોલો કરો.

https://www.facebook.com/kaptaannews

વોટ્સએપ:-
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/LF1muhfnumB901BhcpjXTx

મોબાઈલ એપ્સ:-
તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો