બિનસચિવાલય પરીક્ષા : રાત્રે પણ પ્રદર્શન યથાવત, પરીક્ષા રદની માંગણીમાં અડગ
બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ સવારથી જ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોચ્યાં હતા. આ ઉમેદવારો સરકાર સામે નમતું મૂકવાના મૂડમાં નથી. રાતે પણ ઉમેદવારે સહેજ પણ ડગ્યા નથી. વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવાની માગ સાથે દેખાવો ચાલુ રાખ્યા છે.
આ પહેલા સવારે ગાંધીનગર આવેલા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ તેમની પાછળ દોડી અને ગુનેગારોની જેમ દોડાવી દોડાવીને માર્યા હતા. આ અંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મીડિયા સાથે વાત કરી માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા સેકવા માટે ગુજરાતના યુવકોનો સહારો લઈ રહી છે. આ ઉપરાંત ગેરરીતિમાં પાલનપુરમાં FIR નોંધીને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ તમામ પ્રતિક્રિયાની વચ્ચે આંદોલન જાહેર કરનાર કર્મશીલ યુવરાજસિંહ જાડેજાઍ એલાન કર્યુ છે કે ‘જ્યાં સુધી ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા રદ જાહેર નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
યુવરાજસિંહે જણાવ્યું, “ આ વિદ્યાર્થીઓ પોતાની મહેનતનું પરિણામ માંગવા આવ્યા છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે હટીશું નહી. જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે. પરીક્ષા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારૂં આંદોલન ચાલુ રહેશે. સરકારે રાજકારણની વાત રાજકારણીઓ સામે કરવી જોઈએ. આ વિદ્યાર્થીઓ રાજકારણીઓ નથી.
બીજી તરફ ગાંધીનગરમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં જાણીતા વક્તા સંજય રાવલ આવ્યા હતા. સંજય રાવલે ગાંધીનગરમાં કહ્યું, “ આપણે કોઈ પણ જાતના પોલિટીકલ પ્લેટફોર્મ માટે ભેગા નથી થયા. મારા ઘરમાં દીકરાના લગ્ન છે છતાં મને એમ થયું કે હું તમારી પાસે આવું અને તમારી વાત સાંભળું”
સંજય રાવલે કહ્યું, “આપણે નોન પોલિટીકલ કોઈના હાથા બન્યા વગર સરકારને આપણે પદ્ધતિસરનો પત્ર લખી સરકારને રજૂઆત કરવી જોઈએ. પોલીસ સાથે ક્યારેય સંઘર્ષણમાં ઉતરવું નહીં. એ લોકો આપણા જેવા જ છે. આપણે પોલીસ સાથે રહીને. કંઈ પણ નુકસાન થયું તો હું ક્યારેય તમારી સાથે રહીશ નહીં. આપણે એક તારીખ નક્કી કરીએ. આપણે લેખિત રજૂઆત કરીએ. સરકારને જખ મારીને માંગ સાંભળવી પડશે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…