વાંકાનેર: મેસરીયા રોડ પર દીપડાની જોડી દેખાઇ, જુવો વિડિઓ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના બાઉન્ડ્રી નજીક નેશનલ હાઈવે થી મેસરીયા ગામે જવાના રસ્તે હનુમાન મંદિર પહેલાં આજે સાંજે અચાનક દીપડાની જોડીએ દેખા દેતા લોકોમાં કુતૂહલ જગાવ્યું છે.

આ રોડ પરથી વાહનો પસાર થતા હતા છાંટા રોડ ઉપર બિન્દાસ તહલતા જોવા મલ્યા હાતા.ખુલા વાહનો અને મોટર સાયકલ વાળા ડરીને ઉભા રહી ગયા હતા.

બાદમાં આ જોડી બાવળની ઝાડીઓ પાછળ ચાલી ગઈ છે. ઉલ્લેખનીય છે કે રામપરા વિસ્તાર અને વાંકાનેરના અન્ય વિસ્તારમાંથી ચોટીલાના ઝરીયા મહાદેવ બાજુ જવા માટે આ આખો પશુઓનો માઈગ્રેટીંગ રૂટ છે.

જુઓ વિડિયો

આ સમાચારને શેર કરો