Placeholder canvas

ચોટીલાનાં નારીયેળી ગામે એક જ પરિવારના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ..

ચોટીલાના નારિયેળી ગામે વધુ એક જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે. આ જૂથ અથડામણના બનાવમાં ચાર જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. એક જ મેર પરિવારના બે જૂથો વચ્ચે આ મારા મારી સર્જાઈ છે, જૂની કોઈ બાબતનું મન દુ:ખ રાખી અને સામસામે હુમલો કરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

મળતી વિગત અનુસાર થોડા સમય પહેલા યુવક દીકરીને ભગાડી ગયો હતો જોકે યુવક ઉપર સામા પક્ષે ગુનો દાખલ કર્યો હતો અને યુવક અને તેની સાથે જે દીકરી હતી તેને પરત લાવી અને પરિવારજનો દ્વારા તે દીકરીને તેના માતા પિતાના સોંપી આપવામાં આવી હતી. આ બાબતનું મનદુ:ખ છેલ્લા ઘણા સમયથી આ બે જૂથો વચ્ચે ચાલી રહ્યું હતું ત્યારે બીજી તરફ સરપંચની ચૂંટણીમાં પણ થોડી બોલ ચાલ આ બે જૂથો વચ્ચે થઈ હોવાનું સામે આવી રહ્યું છે

આ તમામ પ્રકારના મનદુ:ખ કારણે એક જ પરિવારના બે જૂથો સામ સામે આવી ગયા છે. આ અથડામણમાં રમેશ કાળાભાઈ મેર અને દેવશીભાઈ દેવરાજભાઈ મેર તેમજ ભુપત ભાઈ મેર અને હેમી બેન મેર ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ ચોટીલાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમની હાલત સતત લથડથી જતી હોય ત્યારે તેમને અંતે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા. અને ત્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે હાલની પરિસ્થિતિ મુજબ તમામની જે તબિયત છે તે સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પોલીસે પણ ઘટના સ્થળેથી પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો