Placeholder canvas

ગુજરાતમાં 28 અને 29 મેએ મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી…

કમોસમી વરસાદ ગુજરાતમાં કેડો મૂકતું નથી. આ વર્ષે ઉનાળો માંડ માંડ જામે ત્યાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગે ફરી ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 28 અને 29 મેએ ગુજરાતમાં મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ પડશે. ભારે પવનને કારણે રાજ્યના માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. પોરબંદર, પાટણ, મહેસાણામાં પણ વરસાદની શક્યતા છે, સાથોસાથ બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા અને આણંદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.

ચોમાસું શરૂ થશે
ગુજરાતમાં 15થી 30 જૂન વચ્ચે ચોમાસું શરૂ થવાની સંભાવના છે. 22 જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં વરસાદ સામાન્ય રહેશે. મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડશે.

આ સમાચારને શેર કરો